15-09-2026, 02:06 PM
ભૂતકાળના પીડાદાયક કિસ્સાઓ અને સમાજની ઝેરી કૂથલીઓની યાદોમાં કાંતાની આખી રાત આંખનું એક મટકું માર્યા વગર જ પસાર થઈ ગઈ. ખાટલામાં રત્નાની પડખામાં પડી રહીને કાંતા ઘરની છત અને બહારના સન્નાટાને નીરખતી રહી. એનો ખરાબ ભૂતકાળ હતો, તો બીજી તરફ માધવના પ્રેમની અદ્રશ્ય મીઠાશ હતી. સવારના ચાર વાગ્યા અને કૂકડો બોલ્યો, ત્યારે કાંતાના ચહેરા પર રાતભરના જાગરણનો થાક ચોખ્ખો દેખાતો હતો.
પરોઢિયાના આછા અંજવાળામાં બંને બહેનપણીઓ રસોડામાં બેઠી હતી. રત્નાએ ગરમાગરમ ચાની વાટકી કાંતાના હાથમાં આપી. કાંતાની સૂજી ગયેલી અને ભીની આંખો જોઈને રત્નાએ એનો હાથ મજબૂતીથી પકડ્યો.
"કાંતા..." રત્નાના અવાજમાં હવે માત્ર સાંત્વના નહોતી, પણ એક અનુભવી સ્ત્રીની સલાહ અને ઉંડો ડર બંને ભળેલા હતા. "આખી રાત મેં પણ તારી સાથે જાગીને જ વિચાર્યું છે. તું મર્યાદા અને સમાજના ડરથી પાછી હટે છે, પણ તું આ સિક્કાની બીજી બાજુ નથી જોતી."
કાંતાએ ચાનો ઘૂંટડો ભરતાં રત્ના સામે પ્રશ્નાર્થ નજરે જોયું.
"માધવ આ દુનિયામાં સાવ એકલો અનાથ છે, કાંતા!" રત્નાએ ભાર દઈને કહ્યું. "એ ૨૨ વરસનો જુવાન છોકરો છે, એની પાસે હોદ્દો છે, ફેક્ટરીનો મોટો પગાર છે અને એનું શરીર પણ સશક્ત છે. તું જ વિચાર, જો તું એના સાચા પ્રેમને નકારી કાઢીશ, તો એ માનસિક રીતે ભાંગી પડશે. અને આ પાપી દુનિયામાં એવી કેટલીય ચાલાક અને ખરાબ બાઈઓ ફરે છે જે માધવ જેવા ભોળા અને એકલા જુવાનને પૈસા કે શારીરિક લાલચમાં ફસાવી દેશે! જો કોઈ એવી બાઈ એની જિંદગીમાં આવી ગઈ, તો એ માધવની આખી જિંદગી અને ભવિષ્ય બરબાદ કરી નાંખશે."
રત્નાના આ શબ્દો કાંતાના હૃદયમાં ધ્રુજારી ઉપજાવી ગયા. માધવનું અહિત કે બરબાદી કાંતા પોતાના સ્વપ્ને પણ ઈચ્છી શકતી નહોતી.
"અને બીજી વાત..." રત્નાએ કાંતાના ભરાવદાર શરીર અને એના ચહેરા તરફ જોઈને ચતુરતાથી કહ્યું "તું ફેક્ટરીમાં કામ કરે છે ત્યાં શું ઓછી બાઈઓ કામ કરે છે? જુવાન, કુંવારી અને મોટી ઉંમરની કેટલીય છોકરીઓ કે બાઈઓ ફેક્ટરીમાં સાફસફાઈ કે મજૂરી કરતી હશે. પણ માધવે એમાંથી કોઈની તરફ નજર નથી નાખી! એણે તારામાં, આ ૪૮ વરસની વિધવા કાંતામાં કશુંક તો એવું જોયું જ હશે ને કે એ તારા પર આટલો ઓળઘોળ થઈ ગયો? શું ખબર એને તારામાં શું ગમી ગયું હોય?
કાંતાના બંને ખભા પકડીને એને હલાવી. "જો તું માધવનો હાથ નહીં પકડે, તો તું માત્ર તારા પ્રેમને જ નહીં, પણ એક ભોળા અને નિઃસહાય જુવાનના ભવિષ્યને પણ અંધારામાં ધકેલી દઈશ. તારો આ ડર તને અને માધવ બંનેને મારી નાખશે. એટલે જ કહું છું, એકબીજાને સાચવી લેવામાં જ મજા છે."
રત્નાની આ સલાહે કાંતાના મનની અંદર રહેલી છેલ્લી દ્વિધા પર પણ મોટો ઘા કર્યો. શું માધવને બચાવવો અને એને સાચો પ્રેમ આપવો એ હવે માત્ર એની ઈચ્છા નહોતી, પણ એની નૈતિક ફરજ બની ચૂકી હતી?
સવાર પડતાં જ લગ્નપ્રસંગના કારણે ચહલપહલ વધી ગઈ હતી. આંગણામાં અને નીચેના મોટા ઓરડામાં ગામના સગા-સંબંધીઓ અને મહેમાનોની અવરજવર ચાલું હતી. રાતભરના ઉજાગરા અને રત્નાની કડવી સલાહ પછી કાંતાના હૃદયના ઉંડાણમાં માધવ માટે લાગણીઓ જાગી ગઈ હતી, પણ ગઈકાલે રાત્રે અંધારા ઝૂંપડામાં પોતે માધવને જે આકરો નકાર જવાબ આપ્યો હતો, તે ભૂલ પણ એની છાતીમાં કોરી ખાતી હતી.
રત્નાએ રસોડામાં ગરમાગરમ ચા બનાવી અને પૌંઆનો નાસ્તો પ્લેટમાં મૂક્યો. "કાંતા, નીચે મહેમાનોની ભારે ભીડ છે. માધવ ઉપરના માળે ઓરડામાં એકલો છે. તું જ આ ચા-નાસ્તો લઈને ઉપર જઈ આવ."
કાંતાએ ધ્રૂજતા હાથે ચાનો કપ અને નાસ્તાની થાળી સંભાળી. એણે પોતાની સાડીનો પાલવ સરખો કર્યો. એના પરિપક્વ અને ભરાવદાર શરીર પરથી રાતભરના થાક છતાં એક અનોખી લાવણ્યતા છલકાઈ રહી હતી. કાંતા ધીમા પગલે લાકડાનો દાદર ચડીને ઉપરના માળે આવેલા એકાંત ઓરડા તરફ ગઈ.
ઓરડાનો દરવાજો અડધો ખુલ્લો હતો. માધવ બારી પાસે ઉભો હતો, બહાર ખેતરો તરફ જોઈ રહ્યો હતો. એના ચહેરા પર રાતભરના ઉજાગરાનો સોજો અને આંખોમાં કાંતાના ગઈકાલના આકરા શબ્દોનો ઘેરો ગુસ્સો અને દર્દ સ્પષ્ટ દેખાતાં હતાં. ગઈકાલે અંધારા ઝૂંપડામાં પોતાના પ્રેમનો એકરાર કર્યા પછી પણ કાંતાએ જે રીતે ઉંમર અને સમાજનો ડર બતાવીને એને ધિક્કારી દીધો હતો, તેનાથી માધવનું દિલ અંદરથી છીનભિન્ન થઈ ગયું હતું.
કાંતાએ ધીમેથી ઓરડામાં પ્રવેશ કર્યો. નાસ્તાની થાળીનો હળવો અવાજ થયો.
"માધવભાઈ..." કાંતાએ અત્યંત નમ્ર અને કાંપતા અવાજે હાંક મારી. "તમારા માટે ચા અને નાસ્તો લાવી છું. નીચે બહુ મહેમાનો હતા એટલે અહીં ઉપર લઈ આવી."
માધવે પાછળ ફરીને પણ ન જોયું. એણે બારી બહાર જોતાં જોતાં જ કડક અને સૂકા અવાજે કહ્યું "મને ભૂખ કે તરસ કશું જ નથી. તમે આ બધું નીચે લઈ જાઓ, કાંતાબેન. મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી."
માધવના મોઢેથી ફરી 'કાંતાબેન' શબ્દ સાંભળીને અને એનો આટલો રૂખો વ્યવહાર જોઈને કાંતાનું હૃદય વીંધાઈ ગયું. એણે થાળી બાજુમાં પડેલા અનાજના પીપડા પર મૂકી અને માધવની નજીક ગઈ.
"માધવભાઈ, તમે રાતનો ગુસ્સો મારા પર રાખીને પોતાની જાતને કેમ સજા આપો છો?" કાંતાએ આગ્રહપૂર્વક અને આત્મીયતાથી કહ્યું. "તમે આખી રાત કશું ખાધું-પીધું નથી. ગરમાગરમ ચા છે, થોડો નાસ્તો કરી લો. જો તમે આમ ભૂખ્યા રહેશો તો મને બહુ દુઃખ થશે."
"તમને મારા દર્દની કે મારી ભૂખની ક્યાં પડી છે?" માધવ અચાનક ફર્યો. એની આંખો રક્તવર્ણી હતી. "ગઈકાલે રાત્રે તમે મને પાપી અને મારા પ્રેમને અપરાધ ગણાવી દીધો. મેં તમને મારા આત્માથી ચાહ્યાં હતાં, કાંતા! પણ તમે મને માત્ર એક ૨૨ વરસનો છોકરો અને સમાજનો ડર બતાવીને હડધૂત કરી નાખ્યો. તો પછી હવે આ ચા-નાસ્તાની દયા શા માટે બતાવો છો?"
માધવનો આ આક્રોશ જોઈને કાંતાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. કાંતાએ માધવની સાવ નજીક જઈને, પોતાના હાથ વડે ચાનો ગરમ કપ ઉંચો કર્યો અને માધવની સામે ધરતાં રડમસ અવાજે કહ્યું:
"માધવભાઈ... ભગવાનના ખાતર આમ ન બોલો. હું ખૂબ તકલીફોમાંથી પસાર થઈ છું, સમાજના ડરે મારી મતિ મારી નાંખી હતી. પણ તમે ચા પી લો... તમે નાસ્તો નહીં કરો ત્યાં સુધી હું પણ અહીંથી એક ડગલું પાછી નહીં હટું."
કાંતાની રડતી આંખોમાં ખેદ અને એના અવાજમાં છલકાતો અગાધ પ્રેમ જોઈને માધવનો ગુસ્સો ધીમે ધીમે ઓગળવા લાગ્યો. કાંતાના લાલિત્યસભર દેહ અને એની આગ્રહભરી વિનંતીએ બંને વચ્ચેના મૌનના બરફને તોડવાની શરૂઆત કરી દીધી હતી.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)